ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમાજના નબળા વર્ગોના વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે સામાજિક અને આર્થિક સહાય યોજના નો લાભ લઈને નાગરિકો સમાજમા નાના વ્યવસાય ધંધા કરીને સન્માન ભેટ જીવન જીવી શકે છે કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા પણ ખેડૂતો પશુપાલકો માછીમારો અને બાગાયતી ઉત્પાદન કરતા હોય તેમને પણ વિવિધ સરકારી યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ચલાવવામાં આવે છે આર્ટીકલ દ્વારા બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના વિશે વિગતવાર માહિતી રજૂ કરીશું
બાગાયતી વિભાગ દ્વારા ફળો અને શાકભાજી ઉત્પાદનમાં વધારો કરવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવતી હોય છે જેને ધ્યાનમાં રાખીને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં નાના વેચાણકકારોને વિનામૂલ્ય છત્રી આપવાની યોજના અમલમાં બહાર પાડી છે મફત છત્રી યોજના નો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
કાપણી ના સાધનો માટે સહાય યોજના 25% કે ₹50,000 બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે
મફત છત્રી યોજનાનો હેતુ mafat chhatri yojana 2024
રાજ્યમાં ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ રોડ સાઈડ કરતા નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે વિનામૂલ્ય છત્રી અથવા સેડ કવર આપવામાં આવશે વધુમાં હાર્ટ બજારમાં વેચાણ કરતા કે લારીવાળા ફેરિયાઓને પણ વિનામૂલ્ય છત્રી મળવાપાત્ર રહેશે આ યોજના માટે નાના વેચાણકકારોને આઇ ખેડુત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
મફત છત્રી યોજના પાત્રતા mafat chhatri yojana 2024
બાગાયતી યોજના ગુજરાત દ્વારા નાના વેચાણકારોને મફત સાધન સહાય આપવામાં આવશે જેના માટે બાગાયતી વિભાગ દ્વારા લાભાર્થીની પાત્રતા નક્કી થયેલ છે મફત છત્રી યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે તે નીચે માહિતી દ્વારા જાણી શકાશે
- ગુજરાત રાજ્યનો લાભાર્થી હોવો જોઈએ
- ફળો અને શાકભાજીનું વેચાણ કરતા હોવા જોઈએ
- ફુલ પાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે
- લાભાર્થી રોડ સાઈડ પર હાર્ટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય તેમને પણ લાભ મળશે
- નાના લારીવાળા ફેરિયાઓને પણ આ યોજનાનો લાભ મળશે
- હે કૃષિ પેદાશો કે જેમનું ઝડપથી નાશ પામે છે તેવા ફળ પાકોનું વેચાણ કરતા નાના વેચાણકારો મફત ક્ષત્રિય યોજનાનો લાભ મળશે
પીએમ જન ધન યોજના 2024: જન ધન ખાતાધારકોને મળશે ₹10,000 ની સહાય આ રીતે
મફત છત્રી હેઠળ મળવા પાત્ર લાભ mafat chhatri yojana 2024
બાગાયતી વિભાગ દ્વારા ચાલતી યોજનામાં નાના વેચાણકારોને લાભ આપવામાં આવે છે જેમાં ફળો ફૂલો અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને લાભ મળે છે જલ્દી નાશ પામતા પાકોનું નાના બજારો હાર્ટમાં કે લારી ફેરિયા વાળા દ્વારા વેચાણ કરતા હોય તેવા નાના વેચાણકારોને મફત છત્રી યોજના હેઠળ વિનામૂલ્ય છત્રી આપવામાં આવે છે આ યોજનાનો લાભ વ્યકતિગત રીતે અને સંસ્થાને પણ મળવા પાત્ર થશે.
મફત છત્રી યોજના આધારકાર્ડ દીઠ નાના વેચાણકર્ણી છત્રી આપવામાં આવશે
પુખ્ત વયના લાભાર્થીને છત્રી આપવામાં આવશે
મફત છત્રી યોજના કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? mafat chhatri yojana 2024
- આધાર કાર્ડ ની નકલ
- ગુજરાત અર્બન લાઈવ લી હૂડ દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ ની નકલ
- જો દિવ્યાંગ હોય તો દિવ્યાંકતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- જો લાભાર્થી ટ્રાઇબલ વિસ્તારનું હોય તો વન અધિકાર પત્રની નકલ
- આત્માનું રજીસ્ટ્રેશન કરાયેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- મોબાઈલ નંબર
મફત છત્રી યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? mafat chhatri yojana 2024
આઇ ખેડૂત પોર્ટલ પર મફત છત્રી યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે રાજ્યના નાના વેચાણકારો ગ્રામ કક્ષાએ VCE પાસેથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે વધુમાં તાલુકા કચેરી માથે કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે પણ ઓનલાઇન અરજી કરાવી સકે છે જો લાભાર્થી ઓનલાઈન એપલીકેશન કરવાનું જ્ઞાન હોય તો ઘરે બેઠા જાતે પણ કરી શકે છે
- સૌપ્રથમ લાભાર્થીએ પોતાના કોમ્પ્યુટર કે લેપટોપમાં google સર્ચ ખોલવાનું રહેશે જેમાં આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે
- જેમાં google સર્ચ રીઝલ્ટ માં પરિણામ આવે તેમાંથી વેબસાઈટ ખોલવી
- રાજ્ય સરકારી અધિકૃત આઇ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું
- યોજના બટન પર ક્લિક કર્યા બાદ ક્રમ નંબર ત્રણ પર બાગાયતી યોજનાઓ ખોલવી
- બાગાયતી યોજના ખોલ્યા પછી ચાલુ વર્ષની ઘણી બધી બાગાયતી યોજનાઓ બતાવશે
- જેમાં હાલમાં ક્રમ નંબર 71 પર ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્ય 36 પુરા પાડવા બાબતની સહાય યોજના બતાવશે
- જેના પર ક્લિક કરીને આગળ નું નવું પેજ ખોલવાનું રહેશે
- આગળ પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યો તો ના કરવાનું રહેશે
- ખેડૂત તરીકે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા ઈમેજ નાખીને અરજી કરવાની રહેશે
- લાભાર્થી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
- હવે મફત છત્રી યોજનાનું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં લાભાર્થી ખેડૂતે પોતાની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે એકવાર હજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી
- લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકાશે
- ખેડૂતો દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી સિક્કા કરવાના રહેશે
- છેલ્લે લાભાર્થીએ આઇ ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
મફત છત્રી યોજના ઓનલાઇન અરજી કર્યા બાદ લાભાર્થીએ શું કરવું? mafat chhatri yojana 2024
- લાભાર્થી દ્વારા મફત છત્રી યોજનાની ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ આઇ ખેડુત પોર્ટલ પ્રિન્ટ લેવાની રહેશે
- આ પ્રિન્ટ પર લાભાર્થીએ સહી સિક્કા કરવાના રહેશે
- અરજીમાં જે પ્રમાણે ડોક્યુમેન્ટ માંગ્યા હોય તેને છોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં જમા કરવાના રહેશે
- લાભાર્થી દ્વારા મળેલ મફત છત્રી યોજનાની એપ્લિકેશનની ખરાઈ કરવામાં આવશે ત્યારબાદ બાગાયતી વિભાગ દ્વારા લક્ષ્યાંક ની મર્યાદા રહીને પૂર્વ મંજૂરી આપવામાં આવશે
- ફ્રી છત્રી યોજના માટે પસંદ થયેલા અરજદારો ની જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે ત્યાંથી નિયત સમયમાં છત્રી મેળવવાની રહેશે.
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો અને અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો