કાપણી ના સાધનો માટે સહાય યોજના 25% કે ₹50,000 બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ખેડૂતો માટે બનાવેલ છે રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ ઘણા બધા વિભાગ કામ કરે છે રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેતીનો ખર્ચ ઘટે તે હેતુથી વિવિધ સહાય આપવામાં આવે છે
આઇ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગની યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે જેમાં નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના બ્લોગ નર્સરી યોજના વગેરે યોજનાના ઓનલાઈન ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ પર સ્વીકારવામાં આવે છે આજના આર્ટીકલ દ્વારા કાપડીના સાધનો માટેની સહાય યોજના વિશેની માહિતી મેળવિશું

Assistance for agricultural implements 2024 આઇ ખેડૂત પોર્ટલ ઉપલબ્ધ આ યોજના બાગાયતી વિભાગની યોજના છે ખેડૂતોને ખેતીમાં સરળતાથી અને ખર્ચ ઓછો થાય તે માટે કાપડી ના સાધનો માટે સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે જેની સંપૂર્ણ માહિતી આજના આર્ટીકલ ના માધ્યમથી મેળવીશું

આ યોજનાનો હેતુ ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને ખેતીમાં મદદરૂપ હાય તેવા સાધનો પૂરા પાડવા આ યોજના હેઠળ કાપણી ના સાધનો પર સહાય આપવામાં આવશે બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને લાભ આપવામાં આવશે

કાપણી ના સાધનો માટે લાભ મેળવવા માટે કેટલીક શરતો અને નિયમો

  • આયોજન લાભ મેળવવા માટે કેટલીક શરતો અને નિયમો નક્કી કરેલા છે જે નીચે મુજબ છે
    ISI ISO સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા પ્રમાણિત કરેલ સાધનો જે તે કંપનીના ઓથોરાઈઝડ ડીલર મારફત ખરીદવાના રહેશે
    આ યોજના હેઠળ સાધનો ઈમ્પોર્ટેડ ખરીદવાનો રહેશે

કાપણી ના સાધનો માટે સહાય 

HRT 2 માટે

  • યુનિટ કોસ્ટ રૂપિયા બે લાખ
  • ખર્ચના 25% કે ₹50,000 બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે
  • FPO FPC સહકારી સંસ્થાને 75% કે ₹1,50,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે
  • પાંચ વર્ષે એકવાર સહાય મળવા પાત્ર રહેશે

અનુસૂચિત જનજાતિ માટે

  • યુનિટ કોસ્ટ રૂપિયા બે લાખ
  • અનુસૂચિત જનજાતિ ખેડૂતને ખર્ચના 50% કે રૂપિયા એક લાખ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે
  • FPO FPC સહકારી સંસ્થાને 75% કે ₹1,50,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે
  • પાંચ વર્ષે એક વાર સહાય મળવા પાત્ર રહેશે

કાપણી ના સાધનો માટે સહાય અનુસૂચિત જાતિ માટે

  • યુનિટ કોસ્ટ રૂપિયા બે લાખ
  • અનુસૂચિત જાતિ માટે ખેડૂતને ખર્ચના 50% કે ₹1, 00000 બે માંથી જે ઓછું હોય તે સમય મળવા પાત્ર રહેશે
  • FPO FPC FIG સહકારી સંસ્થાને 75% કે ₹1,50,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે
  • પાંચ વર્ષે એક વાર સહાય મળશે

કાપણી ના સાધનો માટે સહાય કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

આઇ ખેડૂત પોર્ટલ પર ચાલતી કાપડીના સાધનો માટે સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે તેના માટે નીચેના મુજબના ડોક્યુમેન્ટ હોવા જોઈએ

  • લાભાર્થી ખેડૂતોની સાતબાર ની નકલ
  • અરજદાર નું આધારકાર્ડ ની નકલ
  • જાતિનો દાખલો
  • રેશનકાર્ડ ની નકલ
  • દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • ટ્રાયબલ વિસ્તાર ના હોય તો વન અધિકાર પત્રની નકલ
  • સાતબાર અને આઠ અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્ર
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  • મોબાઈલ નંબર

કાપણી ના સાધનો માટે સહાય ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની થાય છે ખેડૂત આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે કે તે માટે તમારે નીચે પગલાનું શરીરને અરજી કરવાની રહેશે

  1. પ્રથમ ગુગલ ખોલીને આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  2. આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઈટ ખોલવી
  3. આઇ ખેડુત ની વેબસાઈટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું
  4. યોજના પર ક્લિક કર્યા બાદ નંબર ત્રણ પર આવેલી બાગાયતી યોજના ખુલ્લી
  5. બાગાયતી ની યોજનાઓ ખોલ્યા બાદ જ્યાં કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન નામના મેનુ પર જાઓ
  6. ત્યારબાદ ક્રમ નંબર 5 કાપણીના સાધનો પર ક્લિક કરવું
  7. જેમાં કાપણીના સાધનોમાં અરજી કરો તેના પર ક્લિક કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે
  8. હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે
  9. ખેડૂત રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા ઈમેજ નાખીને અરજી કરવાની રહેશે
  10. લાભાર્થીએ આઇ ખેડુત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
  11. સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે
  12. સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો તપાસીને અરજી કન્ફોર્મ કરવાની રહેશે એકવાર હજી કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી
  13. ખેડૂત લાભાર્થી એ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ કરવાની રહેશે

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો.

Leave a Comment