ચાફ કટર સબસીડી યોજના સાધનની ખરીદી પર કેટલી સબસીડી મળે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ બધી માહિતી મેળવીશું

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અને હેતુલક્ષી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની કુલ ૨૯ જુનઓ ચાલુ કરવામાં આવેલી છે ખેડૂતોને ઉત્પાદન વધારવા તથા ખર્ચ ઘટાડવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલ છે

પ્રિય મિત્રો આજે આપણે ચાફ કટર યોજના આપણા આજના આર્ટીકલ દ્વારા ખેડૂતોને પોતાની ખેતી અને પશુ પાલનના ઉપયોગમાં લેવાતા ચાફ કટર વિશેની વિગતવાર માહિતી મેળવીશું

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે જેથી સમય અને શક્તિનો બચાવ થઈ શકે અને આધુનિક ખેતર ઓજાર મૂલ્યવાન હોય છે પરંતુ આવા મૂલ્યવાન સાધનોની ખરીદી પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે રાજ્યોના ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એન્જિનના આધારે ચાલતા ચાફ કટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે ખેડૂતોને ચાફ કટર યોજના સાધનની ખરીદી પર કેટલી સબસીડી મળે કેવી રીતે કરવી તથા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું

ચાફ કટર સહાય યોજના નો હેતુ Chaff cutter subsidy in Gujarat

ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલ વ્યવસાય છે ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરતા હોય છે ખેતીમાં જુવાર બાજરી મકાઈ કે અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો બધો સમય વપરાઈ જાય છે છતાં પણ મશીન જેવા ટુકડા જતા નથી જેથી ખેડૂતને ઇલેક્ટ્રીક ચાફ કટર મશીન ખરીદવું પડે છે ખેડૂતોને ઇલેક્ટ્રીક ચાફ કટર મશીન પર સબસીડી આપવામાં આવે છે

ચાફ કટર યોજનામાં આપવામાં આવતા સાધનોની યાદી Chaff cutter subsidy in Gujarat

આઇ ખેડુત પર ખેતીવાડી વિભાગ દ્વારા ચાલે છે જેમાં અલગ અલગ પ્રકારની યોજના આધારિત અરજદારને જુદા જુદા પ્રકારના લાભ મળે છે આ આર્ટીકલ માં ચાફ કટર સાધન સહાય જુદી જુદી યોજનાઓ હેઠળ આપવામાં આવે છે જેથી વધુ માહિતી માટે આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું મુલાકાત લેવી જોઈએ.

AGR 2 (FM)
AGR 3 (FM)
AGR 4 (FM)
SMAM

સાફ કટર યોજના ના લાભ મેળવવા માટેની પાત્રતા Chaff cutter subsidy in Gujarat

ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાય માટે સબસીડી અને લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે

  • અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે
  • નાના શ્રીમાંત ખેડૂત પ્રકાર નો હોવો જોઈએ
  • લાભાર્થી ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
  • ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ પર થી ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • જંગલી વિસ્તારના ખેડૂત લાભાર્થી પાસે ટ્રાઇબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર હોવું જરૂરી છે

ઈલેક્ટ્રીક ચાફ કટર યોજનામાં સહાય chaff cutter subsidy in gujarat

ગુજરાત રાજ્યની આ સબસીડી યોજના છે ખેડૂત મિત્રોને આ સબજેલી યોજના મુજબ લાભ આપવામાં આવે છે જેમાં જુદી જુદી યોજનાના લાભ આપવામાં આવે છે ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો અનામત જ્ઞાતિના ખેડૂતો મહિલાઓ નાના અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે જે નીચે મુજબ છે
ચાફ કટર યોજનામાં અલગ અલગ સ્કીમ માટે સહાય આપવામાં આવે છે

SMAM & AGR 2 FM scheme

  • ખેડૂત માટે આ ચાફ કટર યોજના છે
  • ત્રણથી ઓછા એચપી વાળી મોટર ખરીદી પર સબસીડી મળશે જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 16000 બે માંથી જે ઓછું હશે તે લાભ આપવામાં આવશે
  • ત્રણ થી પાંચ એચપી વાળી મોટરની ખરીદી પર સબસીડી મળશે જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચ ના 40% અથવા રૂપિયા 22000 બેમાંથી જે ઓછું હશે તે લાભ મળવા પાત્ર થશે
  • ત્રણથી ઓછા એચપી વાળી મોટરની ખરીદી પર સબસીડી મળવા પાત્ર છે જેમાં અનુસરી જાતિ અનુસૂચિત જનજાતિ નાના અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 20,000 બેમાંથી જોયો ઓછો હશે તે લાભ મળવા પાત્ર થશે
  • ત્રણ થી પાંચ એચપી વાળી મોટરની ખરીદી પર સબસીડી મળવા પાત્ર છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને નાના  ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 28000 બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે

ચાફ કટર યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ chaff cutter subsidy in gujarat

ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવે છે જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે ચાફ કટર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે

  • લાભાર્થી ખેડૂતની જમીનની સાત 12 ની નકલ હોવી જરૂરી છે
  • લાભાર્થી ખેડૂતની રેશનકાર્ડ ની નકલ
  • ખેડૂત લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
  • જાતિનું પ્રમાણપત્ર
  • વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
  • ખેડૂત જમીન ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં સંમતિ પત્રક
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  •  દૂધ ઉત્પાદક સભ્ય હોય તો તેની વિગતો
  • બેંક ખાતાની પાસબુકમોબાઈલ નંબર

ચાફ કટર યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?  chaff cutter subsidy in gujarat

ખેડૂત લાભાર્થીઓએ આ ખેડૂત યોજના નું ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ ગ્રામ પંચાયતમાંથી આઇ ખેડુત ઓનલાઈન અરજી કરી શકે છે કોઈ પણ કોમ્પ્યુટર ની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઇન એપ્લિકેશન કરાવી શકે છે ખેડૂતો જાતે પણ ઓનલાઇન અરજી કરી શકે છે તો ચાલો આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું

  • સૌપ્રથમ google માં સર્ચ આઇ ખેડુત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  • Google સર્ચ રીઝલ્ટ માંથી અધિકૃત વેબસાઈટ ખોલવી
  • પછી ખેડૂતે યોજના વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું
  • જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ એક પર આવેલી ખેતીવાડી યોજના ખોલવાની રહેશે
  • જેમાં ખેતીવાડી ની યોજના ખોલ્યા બાદ 29 યોજનાઓ બતાવશે
  • જેમાં ક્રમ નંબર પાંચ પર ચાફ કટર યોજના મા ક્લિક કરવાનું રહેશે
  • ચાફ કટર સહાય યોજના ની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  • હવે તમે રજીસ્ટર ખેડૂત છો જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેસે
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા સબમિટ કરવાની રહેશે
  • જો લાભાર્થી આય ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું
  • ખેડૂત ઓનલાઈન ફોર્મ સંપૂર્ણ માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે
  • ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનું સુધારો થશે નહીં
  • છેલ્લે ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment