તાડપત્રી સહાય યોજના 2024 :તાડપત્રી સહાય યોજના ખેડૂતલક્ષી યોજના છે જે ખેડૂતો માટે ઘણી લાભદાયી છે જેનો લાભ મેળવવા માટે નીચે મુજબની માહિતીને અનુસરો તો ચાલો આપણે જાણીએ ખેડૂત મિત્રો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પાવરફ્રેશન યોજના વગેરે જોવામાં આવે છે આ ખેડૂતલક્ષી યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી થાય છે આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઇન એપ્લિકેશન થાય છે આજે આપણે ખેતીવાડીની યોજના ની તાડપત્રી સહાય યોજના વિશે જાણીશું તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે કેવી રીતે સહાય મળે તથા તાડપત્રી સહાય યોજના ના લાભો લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું શું તમે તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માંગો છો તો તમને અહીં પોસ્ટમાં તાડપત્રી સહાય યોજના વિશે પૂરી જાણકારી બતાવવામાં આવી છે આ આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી.
તાડપત્રી સહાય યોજના ની પાત્રતા tadpatri sahay yojana gujarat
- ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ખેતીવાડી વિભાગ દ્વારા આયોજનો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે જે નીચે મુજબ છે
- આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ ખેડૂત હોવો જરૂરી છે
- અરજદાર ખેડૂત પોતાનો જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
- જંગલી વિસ્તારના ખેડૂતો ટ્રાઇબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતું જોઈએ
- લાભાર્થી ખેડૂત નાના શ્રીમદ અથવા મોટા ખેડૂતોનું જોઈએ
- તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
- આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવાની રહેશે
તાડપત્રી સહાય યોજના નું હેતુ tadpatri sahay yojana gujarat
રાજ્યમાં નાના સીમાન અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળે તે અત્યંત જરૂરી છે ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે જેમાં પાકનો થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રી ની જરૂર રહે છે જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સાહેબ મળે તે જરૂરી છે આવા વિશેષ ઉદ્દેશ્ય માટે તાડપત્રી સહાય યોજના નો લાભ આપવામાં આવે છે.
તાડપત્રી સહાય યોજનામાં ધિરાણ tadpatri sahay yojana gujarat
ગુજરાત સરકારની આ સબસીડી યોજના હેઠળ છે. આ યોજના હેઠળ આઇ ખેડૂત પોર્ટલ નક્કી કરેલી છે આ સબસીડી યોજના 2024 મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે જે નીચે મુજબ છે
અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ યોજના લાગુ કરવામાં આવેલી છે જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75% અથવા રૂપિયા 1875 બે માંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતામાં દીઠ વધુ બે નંગ
સામાન્ય ખેડૂતો માટે આ યોજના છે જેમાં તાડપત્રની ખરીદ કિંમતના કુલ 50% અથવા 1200 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળશે
તાડપત્રી સહાય યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?
- આધારકાર્ડ ની ઝેરોક્ષ
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- ખેડૂતની સાતબાર ની જમીન ની નકલ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંકતા હોવાનું પ્રમાણપત્ર
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
- જો ખેડૂત લાભાર્થી એસટી જાતિનું હોય તો જાતિનું સર્ટિફિકેટ લાગુ પડતું હોય તેને
- ખેતીના 7/12 અને 8 ઓ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં ખેડૂત સંમતિ પત્ર
- અધિકારી થી જો ટ્રાયબલ વિસ્તારનો અધિકાર પત્ર ની નકલ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- બેંક પાસબુક
- મોબાઈલ નંબર
મહત્વપૂર્ણ સુચના
અરજી કરતા પહેલા યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જઈને યોજનાની સંપૂર્ણ માહિતી અને નવીતમ સૂચનાઓ તપાસી લેવી જોઈએ
જો તમને ઓનલાઈન અરજી કરવામાં કોઈ મુશ્કેલી પડતી હોય તો તમે નજીકના જન સેવા કેન્દ્ર અને ગ્રામ પંચાયત નો સંપર્ક કરી શકો છો
તાડપત્રી સહાય યોજના 2024 ઓનલાઈન નોંધણી પ્રક્રિયા
આઇ ખેડૂત પોર્ટલની મુલાકાત
સૌપ્રથમ ગુજરાત સરકારના આઇ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
વેબસાઈટ પર યોજનાઓના વિભાગમાં જાઓ અને તાડપત્રી સહાય યોજના પસંદ કરો
નોંધણી જો પહેલાથી નોંધણી ન કરાવી હોય તો
જો તમે પહેલેથી જ આઇ ખેડૂત પોર્ટલ પણ નોંધણી કરાવેલી નથી તો તમારે પહેલાં નોંધણી કરાવી પડશે
નોંધણી માટે તમારે આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો અને અન્ય જરૂરી માહિતી આપવી પડશે
લોગીન
નોંધણી પછી તમારા આઇ ખેડુત ખાતામાં લોગીન કરો
અરજી ફોર્મ ભરો
લોગીન કર્યા પછી તાડપત્રી સહાય યોજના નું અરજી ફોર્મ ખુલશે
પૂછવામાં આવેલી તમામ માહિતી જેમકે વ્યક્તિગત વિગતો જમીનની વિગતો બેંક ખાતાની વિગતો વગેરે સાચી અને સંપૂર્ણ રીતે ભરો
જરૂરી દસ્તાવેજો ની સ્કેન કરેલી નકલો અપલોડ કરો
અરજી સબમીટ કરો
બધી વિગતો અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી અરજી સબમિટ કરો
સબમીટ કરતા પહેલા બધી વિગતો ફરી એકવાર તપાસી લેવાની ખાતરી કરો
અરજીની સ્થિતિ તપાસો
અરજી સબમીટ કર્યા પછી તમને એક અરજી નંબર આપશે
આ નંબરનો ઉપયોગ કરી તમે આઇ ખેડૂત પોર્ટલ પર તમારી અરજીની સ્થિતિ તપાસવી શકો છો.
મહત્વપૂર્ણ લીંક https://ikhedut.gujarat.gov.in/