Tractor Subsidy In ikhedut Portal | i Khedut Status

ખેતીવાડી અને ખેડૂત બન્ને એકબીજા સાથે જોડાયેલ છે. ખેડૂતોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. Agriculture  cooperation department, Gujarat Government દ્વારા ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂત લક્ષી યોજના 2021 માહિતી આંગળીના ટેવરે મેળવી શકે છે. આ ખેડૂત પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરેની Online Application  કરી શકે છે. જેમાં આ આર્ટીકલ દ્વારા પશુપાલનની યોજનાઓમાં ટ્રેકટર સહાય યોજનાની માહિતી આપીશું.

Tractor Subsidy ikhedut Portal

ખેડૂત પહેલા પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા પરંતુ હવે ખેડૂતો જાગૃત બન્યા છે અને પોતાની ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. જે ખેડૂત મિત્રો ટ્રેકટર લેવા ઇચ્છતા હોય તેના માટે ખેતીવાડી શાખા ( I khedut portal 2021) દ્વારા આ વર્ષે ટ્રેકટર માટે યોજના બહાર પાડવામાં આવી છે. ખેતીવાડી ખાતા દ્વારા આ વર્ષે આઇ-ખેડૂત પોર્ટલ પર ટ્રેકટર ખરીદવા ઈચ્છતા ખેડૂતો માટે સબસિડી સહાય

Tractor Subsidy In ikhedut Portal

યોજનાનું નામ  ટ્રેકટર સહાય યોજના ( i khedut )
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ ટ્રેકટર ખરીદવા ઈચ્છતા ખેડૂતો માટે સબસિડી સહાય
લાભાર્થી ગુજરાતના પશુપાલકોને
સહાયની રકમ ટ્રેકટર ની ખરીદી પર ૪૫૦૦૦/–  થી ૬૦૦૦૦/– સહાય
ikhedut portal website https://ikhedut.gujarat.gov.in/
સીધી ઓનલાઈન અરજીના
Page પર જવા માટે
Click કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2021 સુધી ઓનલાઈન અરજી થશે

(૧) ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫૦૦૦/– ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે,

(૨) તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ. ૬૦૦૦૦/– ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે.

Tractor Subsidy જરૂરી Document

(૧) ૭/૧૨ ૮ અ ની નકલ

(૨) આધાર કાર્ડ ની નકલ

(૩) બેંક પાસબુક ની નકલ

(૪) અનું. જાતિ કે અનુ. જનજાતિ ખેડૂત હોય તો જાતિના દાખલાની નકલ

(૫) અરજી કરેલ અરજીની પ્રિન્ટ

નોંધ: ઉપર જણાવેલ અરજી અને તમામ પુરાવા સાથે ગ્રામસેવક ને સાત દિવસની અંદર જમાં કરાવવાના રહેશે.

ikhedut Portal Registration

ગુજરાત ખેડૂતો ikhedut portal 2021 ની યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી, તાલુકા કચેરીમાંથી, ઓનલાઈન કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ખેડૂત નોંધણી કરાવી શકે છે. આ યોજનાની અરજી ઘરેથી પણ કરી શકાય છે.

➤અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.

➤જેમાં https://ikhedut.gujarat.gov.in/  Website Open કરવી.

➤Khedut website ખોલ્યા બાદ “Yojana” પર ક્લિક કરવું.

➤યોજના પર ખોલ્યા બાદ નંબર-2 પર આવેલી “પશુપાલન ની યોજનાઓ” ખોલવું.

➤“ટ્રેકટર સહાય યોજના” Open કર્યા બાદ વિવિધ યોજનાઓ  બતાવતી હશે.

➤જેમાં આપની જ્ઞાતિ અનુસાર “પશુપાલકોના પશુઓ માટે ખાણ ખરીદી પર સહાય” માં “અરજી કરો”

➤આગળ તમે રજીસ્ટર અરજદાર ખેડૂતોછો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.

➤ખેડૂતો કે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કર્યા પછી Online Arji કરવાની રહેશે.

➤ટ્રેકટર સહાય યોજના લાભાર્થી i portal khedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Application કરવાની રહેશે.

➤ટ્રેકટર સહાય યોજના દ્વારા તમામ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.

➤ટ્રેકટર સહાય યોજના લાભાર્થી દ્વારા પોતાની અરજીની વિગતો ચકાસીને Application Confirm કરવાની રહેશે. અરજી કન્‍ફર્મ થયા પછી અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં.

➤ટ્રેકટર સહાય યોજના લાભાર્થી એપ્લિકેશનના આધારે Print મેળવી શકશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

આઈ ખેડૂત ટ્રેકટર સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે તારીખ-06/03/2021 થી  30/04/2021 સુધી કોઈપણ જગ્યાએથી Online Application કરી શકશે.

ikhedut Portal Application Status

ikhedut ના માધ્યમ દ્વારા પશુપાલક કે ખેડૂત દ્વારા કોઈપણ યોજનાની ઓનલાઈન અરજી કરેલી હોય અને તેની સ્ટેટસ જાણવું હોય તો તેના માટે કચેરી રૂબરૂ જવાની જરૂર નથી. લાભાર્થી પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા એપ્લિકેશન Status જાણી શકે છે.

ikhedut Portal Registration , ikhedut Portal , ikhedut , ikhedut Portal Application Status ,

ટ્રેકટર સહાય Yojna Application Print

ટ્રેકટર સહાય દ્વારા કરેલ i khedut portal પરની યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ જાતે પ્રિન્‍ટ મેળવવાની હોય છે. આ પ્રિન્‍ટ કાઢીને નજીકના દૂધ-ઉત્પાદક મંડળીના તથા સંબંધિત અધિકારીશ્રી પાસે સહી-સિક્કા કરાવવાના રહેશે. એપ્લિકેશન પ્રિન્‍ટ નીચે આપેલા બટન પરથી મેળવી શકાશે.

અરજી કેવી રીતે મંજૂર થશે? 

ખેડૂતોને ટ્રેક્ટરની અરજી સંબંધિત તાલુકા કચેરીમાંથી પાત્રતા ધરાવતા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં 60 દિવસમાં લાભાર્થી ખેડૂતને અધિકૃત વિક્રેતા પાસેથી ટ્રેકટર ખરીદવાનું રહેશે. ખેડૂતને ટ્રેક્ટરની ખરીદી કર્યા બાદ તેના દસ્તાવેજ સંબંધિત માહિતી તાલુકા કચેરીમાં સમયસર રજુ કરવાની રહેશે. જેમ કે ટ્રેક્ટરનું અસલી બીલ, ઇન્સ્યોરન્સ, RC બૂકની નકલ, RTO તેમજ ટેક્ષ ભર્યાની પહોંચ કે બીલ સમય મર્યાદામાં. ટ્રેક્ટરની ખરીદી બાદ જરૂરી આધાર પુરાવા રજુ કર્યા પછી સંબંધિત અધિકારીશ્રી દ્વારા યોગ્ય ચકાસણી કરી સહાયની રકમ ખેડૂતના ખાતામાં જમાં કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Comment