રાજ્ય સરકાર દ્વારા ગરીબો વંચે તો તેમજ આર્થિક પછાત લોકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે આખું આઇ ખેડૂત પોર્ટલ બનાવે છે બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવે છે વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલ છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના પણ ઓનલાઇન ચાલુ કરવામાં આવેલ છે પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો ગરીબ લોકો સ્વરોજગાર ઉભો કરીને આત્માને તે ખૂબ જ જરૂરી છે આ યોજના દ્વારા ધંધો રોજગારી ઊભી કરી શકે તે માટે ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે આ યોજના ના ઓનલાઈન ફોર્મ ભરાય છે આજે આર્ટીકલ ના માધ્યમથી માનવ કલ્યાણ યોજના ના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તેની વિગતવાર માહિતી મેળવીશું
આ યોજના બહાર પાડવામાં આવેલ છે અગાઉના વર્ષોમાં આ યોજના અરજી ફોર્મ મેન્યુઅલ રીતે ભરાતા હતા કુટીર ગુજરાત પર આ યોજના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા માટે ઘરે બેઠા ઓનલાઈન એપલીકેશન કરી શકે છે
માનવ કલ્યાણ યોજનાનું હેતુ Manav Kalayan Yojana
આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને આત્મ નિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય છે આવા વર્ગના લોકો પૂર્તિ આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે આ નાગરિકોને સીધી સાધન સહાય આપીને આર્થિક રીતે પગભર બનાવી શકે છે
માનવ કલ્યાણ યોજનાના લાભો અને વિશેષતાઓ Manav Kalayan Yojana
- રાજ્યમાં આર્થિક નબળા કારીગરો તેમને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવો છે પરંતુ તેમની પાસે આર્થિક મૂડી નથી તો તેમના માટે આ યોજના અમલી બનાવેલ છે આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે જેના રોજગારીની નવીન તકો પણ પૂરી પાડે છે લાભ મેળવીને ના વ્યવસાયો શરૂ કરીને એમની નાણાકીય સ્થિતિમાં સુધારો કરી શકાય છે માનવ કલ્યાણ યોજનાના કેટલાક લાભો અને વિશેષતાઓ અહીં આપેલ છે
- આર્થિક રીતે નબળા કારીગરો આ યોજનાનો લાભ લઇ શકે છે
- ઓછી આવક ધરાવતા રાજ્યોના નાગરિકોને સાધન સહાય આપવામાં આવે છે
- દરજી કુંભાર મોચી અને બ્યુટી પાર્લર સહિત 28 પ્રકારના ધંધા રોજગાર કરતા લોકોને સરકાર મદદ પુરી પાડે છે.
માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા Manav Kalayan Yojana
- લાભાર્થીની 16 થી 60 વર્ષની ઓછી વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ આ લાભાર્થીઓ એ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી
- અરજદાર ગ્રામ્ય વિસ્તારના હોય તો તેમની આવક એક લાખ 20 હજારથી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ
- શહેરી વિસ્તારનો હોય તો 1,50,000 થી ઓછી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ધરાવતો હોવો જોઈએ
મફત સાધન સહાયની યાદી Manav Kalayan Yojana
માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના નબળા વર્ગો ને નવો ધંધો અને વ્યવસાયિક માટે સાધન સહાય આપવામાં આવે છે જે નીચે મુજબ છે
28 પ્રકારના વ્યવસાય અને તેની સાધન સહાયક કીટની અંદાજિત રકમ
- કડિયા કામ 14,500
- સેન્ટીંગ કામ 7000
- વાહન સર્વિસિંગ અને રીપેરીંગ 16000
- મોચી કામ 5450
- દરજીકામ 21,500
- ભરતકામ 20,500
- કુંભારી કામ ₹25,000
- વિવિધ પ્રકારની ફેરી 13,800
- પ્લમ્બર 12300
- બ્યુટી પાર્લર 11,800
- ઇલેક્ટ્રિક કામ 14000
- ખેતીલક્ષી સુથારી વેલ્ડીંગ કામ 15000
- સુથારી કામ 9,300
- ધોબી કામ 12500
- સાવરણી સુપડા બનાવનાર 11000
- દહી વેચનાર 10,700
- માછલી વેચનાર 10,700
- પાપડ બનાવનાર 13000
- અથાણા બનાવનાર 12000
- ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ 15000
- પંચર કીટ 15000
- ફ્લોર મીલ 15000
- મસાલા મિલ 15000
- રૂની દીવાની વાટ બનાવતી સખી મંડળ માટે 20,000
- મોબાઈલ રીપેરીંગ 8600
- પેપર કપ તથા પેપર ડીશ બનાવનાર સખીમંડળ માટે ૪૮ હજાર
- હેર કટીંગ 14,000
- રસોઈ કામ માટે પ્રેશર કુકર 3000
કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?
Manav Kalayan Yojana
કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી દ્વારા ઈ કુટીર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ બનાવેલ છે માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વરોજગાર લક્ષી યોજનાનું લાભ લેવા માટે ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઇન એપ્લાય કરવાનું હોય છે ઈ કુટીર પોર્ટલ પર માનવ કલ્યાણ યોજના કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ આપેલ છે.
- સૌપ્રથમ google માં તમારે e કુટીર ગુજરાત ટાઈપ કરવાનું રહેશે
- જેથી google રીઝલ્ટમાં જુદી જુદી વેબસાઈટ ના પરિણામ આવશ
- જેમાં કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝની અધિકૃત વેબસાઇટ ખુલશે
- કમિશનર શ્રી ની અધિકૃત વેબસાઈટ ખુલ્યા બાદ મેનુ બારમાં ઈ કુટીર દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- ઈ કુટીર પર ક્લિક કરતા હવે માનવ કલ્યાણ યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ ખુલશે
- કુટીર પોર્ટલ પર જો તમે અગાઉ યુઝર આઇડી અને પાસવર્ડ બનાવેલ હોય તો લોગીન ટુ પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે
જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કે લોગીન બનાવેલ નથી તો તમારે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે
Manav Kalayan Yojana
- ઈ કુટીર પોર્ટલ પર આપેલા for new individual registration click here પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારે નવી વ્યક્તિગત નાગરિક તરીકે નોંધણી વિગતો ભરવાની રહેશે
- જેવી કે અરજદારનું નામ આધાર કાર્ડ જન્મ તારીખ મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને નોંધણી કરો તે બટન પર ક્લિક કરવાનું રહેશે
- જે બટન પર ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો પૂછવામાં આવશે જેમાં પુષ્ટિ કરો તેના પર ક્લિક કરવું પડશે
- ત્યારબાદ registration successfully your user ID for login is a 2200** નંબર આવશે જે સુરક્ષિત જગ્યાએ નોંધીને રાખવાનો રહેશે
હવે લોગીન ટુ પોર્ટલ પેજમાં આવીને યુઝર આઇડી પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે - લોગીન કર્યા બાદ પ્રોફાઈલ પેજ આવશે જેમાં બાકી રહેલી માહિતી ભરીને અપડેટ પર ક્લિક કરવાનું રહેશે
- માંગ્યા મુજબની માહિતી અપડેટ કર્યા બાદ સેવ કરવાનું રહેશે
- હવે તમારી પ્રોફાઇલ પેજમાં જુદી જુદી યોજનાઓ બતાવશે જેમાં માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- માનવ કલ્યાણ યોજના ઓનલાઇન પર ક્લિક કર્યા બાદ તેની માહિતી ખૂલશે જેને વાંચ્યા બાદ ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે
માનવ કલ્યાણ યોજના નું ઓનલાઈન ફોર્મ
Manav Kalayan Yojana
- યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં વ્યક્તિગત માહિતીમાં તમામ માહિતી ભરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક આપવાનું રહેશે
હવે અરજદારે અરજીની વિગતો જેવી કે ટૂલકિત નું નામ શૈક્ષણિક લાયકાત ટેકનિકલ વિગત આવક અંગેની વિગતો ધંધાનું નામ વગેરે માહિતી ભર્યા બાદ સેવન નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે - અરજદાર હવે આધાર કાર્ડ નકલ રેશનકાર્ડની નકલ બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવો અંગેના દાખલા વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને કન્ફોર્મ એપ્લિકેશન કરવાની રહેશે
- ઓનલાઇન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધીને રાખવાનો રહેશે.
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો