મફત પશુ ખાણદાણ સહાય યોજના: ઓનલાઇન અરજી પાત્રતા અને ડોક્યુમેન્ટ

ખેડૂતો અને તેમનો વ્યવસાય એ આપણા સમાજ માટે ઈશ્વરના વરદાન સ્વરૂપ છે કારણ કે તેઓ ખેતી કરીને અનાજ ઉગાવીને દરેક લોકોને જીવનદાન આપે છે માટે જ ગુજરાત સરકાર દ્વારા વક્તવખત ખેડૂતો માટે તેમની ખેતી માટે અને તેના પશુપાલન વ્યવસાય માટે ઘણી બધી યોજનાઓ અમલમાં લાવેલ છે કે ખેડૂતોને કૃષિ ક્ષેત્ર ખૂબ જ વિકાસ થાય છે આજે આપણે પશુ ખાણદાણ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.

ખેડૂતો માટે આમ તો ગુજરાત સરકાર ઘણી બધી યોજનાઓ અમલમાં મુકેલ છે ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના ખેડૂત તાડપત્રી યોજના ખેડૂત માન ધન યોજના એવી કેટલીક યોજનાઓ અમલમાં આવેલ છે
ખેડૂત એટલે જગતનો તાત કહેવાય છે ખેડૂતો હંમેશા કૃષિ ક્ષેત્રે આર્થિક રીતે સામાજિક રીતે અને તમારી સાથે થઈ તે ખૂબ જ જરૂરી છે તો જ આપણે એક સારું જીવન જીવી શકીએ છીએ ચાલો મિત્રો આ યોજના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ

ગુજરાતમાં ખેડૂતો કૃષિ ક્ષેત્ર તો પ્રગતિશીલ છે જ પરંતુ તેઓ તેમના પશુપાલનના વ્યવહારમાં પણ આગળ આવે તે માટે આ યોજના ચાલુ કરવામાં આવેલ છે. આમ જોઈએ તો ગુજરાતમાં પશુઓની સંખ્યા દિન પ્રતિદિન ઓછી થતી જાય છે માટે ખેડૂતો પશુઓનો વ્યાપ વધારે થાય તે હેતુથી આવા ખેડૂતો અને પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને પૌષ્ટિક આહાર મળતો રહે અને આહાર પોતાના વિસ્તાર દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાણ મેળવી શકે છે માટે આ પશુઓની ખાણદાણ મળી રહે તે માટે જ જરૂરી પશુ ખાણદાણ સહાય યોજના નો અમલ કરેલ છે

ગુજરાત રાજ્યના પશુપાલન શાખા દ્વારા પશુઓના મુખ્ય આહારની ખરીદી પર સો ટકા સહાય આપવામાં આવશે એટલે કે ગાભણ પશુઓને મફત 250 ગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે જે આ યોજનાનું હેતુ છે.

આ યોજના અંતર્ગત ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા રાજ્યમાં વસતા અને પશુપાલનનો વ્યવસાય કરતા તમામ ખેડૂતોને અને દુધાળા પશુઓ માટે 250 kg નું પશુ આહાર એટલે પશુ ખાણદાણ મફતમાં આપવામાં આવશે

  • વાર્ષિક એક પશુ દીઠ પશુપાલકને પરિવાર દીઠ એક જ વખત લાભ મળવા પાત્ર છે
  • અનુસૂચિત જનજાતિના અનુસૂચિત જાતિ અને સામાન્ય જાતિના લાભાર્થી દીઠ કુલ ૨૫૦ કિલોગ્રામ દાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે

ખાણદાણ સહાય યોજના પાત્રતા

Mafat Khandan Sahay Yojana

  • ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે જેમાં પાત્રતા નીચે મુજબ નક્કી કરવામાં આવે છે
  • અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ
  • અરજદાર પશુપાલન વ્યવસાય કરતો હોવો જોઈએ
  • અરજદાર પાસે પશુપાલન વ્યવસાયમાં ભેંસ ગાય અને અન્ય પશુ હોવા જરૂરી છે
  • અરજદારના પશુ ગાભણ હોવા જરૂરી છે
  • અરજદાર અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ આર્થિક રીતે પછાત અને સામાન્ય જ્ઞાતિના હોવા જોઈએ
  • અરજદાર દૂધ મંડળીના સભ્ય હોવા જોઈએ
  • ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ ખાણદાણ ના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે
  • અરજદારે આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

જરૂરી દસ્તાવેજો

Mafat Khandan Sahay Yojana

પશુ મફત ખાણદાણ યોજના માટે લાભાર્થી આઇ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે જેના માટે લાભાર્થીઓ નીચે મુજબના તમામ આધાર પુરાવા રજુ કરવાના રહેશે અને અરજી કરતી વખતે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે

  1. આધારકાર્ડ ની નકલ
  2. ચૂંટણી કાર્ડ ની નકલ
  3. રેશનકાર્ડ ની નકલ
  4. જાતિનું પ્રમાણપત્ર
  5. દિવ્યાંગ હોય તો તેનું સર્ટિફિકેટ
  6. સહકારી મંડળીના સભ્ય હોય તો તેના આધાર પુરાવા
  7. દૂધ મંડળીઓના સભ્ય હોય તો તેના આધાર પુરાવા
  8. અરજદાર કેટલા પશુ ધરાવે છે તેનું પ્રમાણપત્ર
  9. છેલ્લા કયા વર્ષમાં લાભ મેળવેલ હતો તેની માહિતી
  10. અરજદાર નું બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ જોડે લિંક હોય

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

Mafat Khandan Sahay Yojana

રાજ્યના ખેડૂતો માટે તમામ યોજનાઓ ની અરજી ખેડૂત પોતે જાતે આઇ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે આ યોજના માટે આપ આપના મોબાઈલ દ્વારા પણ અરજી કરી શકો છો અથવા કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અહીંયા આપ તમને યોજના વિશે કઈ રીતે અરજી કરવાની હોય છે તેની માહિતી આપેલ છે જે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી વાંચી લેવા તમને વિનંતી

  1. સૌપ્રથમ google chrome માં જઈને આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  2. આઇ ખેડુતની સત્તાવાર વેબસાઈટ ખુલી જશે
  3. જ્યાં હોમ પેજ પર મેનુમાં છે ને યોજના પર ક્લિક કરવાનું રહેશે
  4. જ્યાં તમામ યોજનાઓ ખુલી જશે જ્યાં તમારે ક્રમ નંબર 2 માં પશુપાલનની યોજનાઓ દેખાશે જ્યાં ક્લિક કરવાનું રહેશે
  5. હવે જ્યાં આપણે પશુપાલનની તમામ યોજનાઓ બતાવવામાં આવશે
  6. ગાભણ પશુઓને ખાણદાણ સહાય યોજનાઓ બતાવશે
  7. જેમાં તમે જે જ્ઞાતિમાં આવતા હોય તે જ્ઞાતિની યોજનાની સામે અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  8. હવે તમને પૂછવામાં આવશે કે તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલ છે હા અથવા ના જો ના કરેલ હોય અને ના કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે
  9. ત્યારબાદ હવે તમારે રજીસ્ટ્રેશન કરેલ નથી તેમાં ના કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ખૂબ જ ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે અને એપ્લિકેશન સેવ કરવાની રહેશે
  10. હવે ખેડૂતે ઓનલાઈન એપલીકેશન ભર્યા બાદ કન્ફર્મ કરવાની રહેશે જે એકવાર એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ અરજીમાં કોઈપણ પ્રકારના સુધારા વધારા થશે નહીં
  11. ત્યારબાદ તમે જે અરજી કરેલ હોય તે અરજીની પ્રિન્ટ કઢાવવાની રહેશે જે સાચવીને રાખવાની હોય છે

સ્થિતિ કઈ રીતે તપાસવી?

Mafat Khandan Sahay Yojana

આઇ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકાય છે આ ઓનલાઇન અરજી નું સ્ટેટસ ચેક કરવા માટે તેઓને ખૂબ જાણો ખુબ જરૂરી છે કે તેમની અરજી નું સ્ટેટસ શું છે તેની લાભાર્થી એ તેમના એપ્લિકેશન નું સ્ટેટસ જાણવા માટે રૂબરૂ કોઈપણ કચેરી એ જવાની જરૂર નથી અને આ આપેલ લિંક પર જઈને તમે અરજી નું સ્ટેટસ જાણી શકો છો

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો.

Leave a Comment