Kisan Parivahan Yojana 2021 | કિસાન પરિવહન યોજના | ikhedut Portal

Kisan Parivahan Yojana ikhedut Portal | Kishan Parivahan Yojana Online Apply | કિસાન પરિવહન માહિતી । ikhedut Portal  Online Registration । । ikhedut Portal Subsidy

Kisan Parivahan Yojana ikhedut Portal

Government of Gujarat દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે નવી-નવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે. Khedut Yojana ઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર દર વર્ષે બહાર પડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન પાકના પરિવહન માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Goods Carriage Vehicle ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી APMC કે અન્ય બજારમાં પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી શકે તે માટે કિસાન પરિવહન યોજના બહાર પાડેલ છે.

કિસાન પરિવહન યોજનાનો હેતુ

Kisan Parivahan Yojana Gujarat 2021 ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર સબસીડી આપવામાં આવે છે.

Kisan Parivahan Yojana ની પાત્રતા તથા શરતો

➤ખેડૂત લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.

➤રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.

➤લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો લાભ મળે.

➤લાભાર્થી ખેડૂતોઓએ માલ વાહક પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.

➤ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.

Kisan Parivahan Yojana ikhedut Portal

યોજનાનું નામ કિસાન પરિવહન યોજના 2021
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ ખેડૂતો ઉત્પન્ન થયેલો ખેત બજારો સુધી લઈ જવા વાહન ખરીદી પર સબસીડી
લાભાર્થી ગુજરાતના કિસાનોને
સહાયની રકમ-1 નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે
સહાયની રકમ-2 જનરલ અને અન્ય કિસાનોને  કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવી Click કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ 31/10/2021

માલ વાહક વાહન ખરીદીની શરતો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal parivahan માટે શરતો નક્કી કરેલ છે. કિસાનોએ આ યોજનાનો લાભ લેવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.

➤અરજદાર ખેડૂતો જમીન ધારણ કરેલા હોવા જોઈએ.

➤જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીન ધરાવતા હોવા જોઈએ.(લાગુ પડતું હોય તો)

➤આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.

➤આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.

કિસાન પરિવહન યોજનાનું સહાય ધોરણ

આ યોજનામાં  ikhedut  subsidy નક્કી કરેલી છે. આ યોજના અન્‍વયે અરજદાર ખેડૂતની જાતિ અને દરજ્જાના આધાર સબસીડી આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

મહિલા, નાના, સીમાંત,S.C અને S.T ખેડૂતોને આ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર થશે.
સામાન્ય અને અન્ય ખેડૂતોને  આ ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.

યોજનાનો લાભ માટે ડોક્યુમેન્ટ

i-khedut portal પર ચાલતી kisan parivahan yojana 2021ની ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જરૂરી છે.

1. ikhedut portal 7-12

2. આધારકાર્ડ(Aadhar Card)ની નકલ

3. જો ખેડૂત એસ.સી અને એસ.ટી હોય તો castનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)

4. ખેડૂતનું રેશનકાર્ડની નકલ

5.  ખેડૂત દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

6. ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)

7. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

8. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો

9. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

10. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

Kisan Parivahan Yojana Gujarat Apply Online  અરજી ઓનલાઈન કરવાની રહેશે. આ યોજના માટે અરજદારોઓએ તારીખ- 09/06/2021 થી 31/10/2021 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.

ikhedut Portal પર અરજી કેવી રીતે કરવી

કિસાન પરિવહન યોજના માટે ખેડૂત મિત્રોએ ikhedut online application કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી વિવિધ જગ્યાએથી કરી શકાય.

➤ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી માટે ગ્રામ કક્ષાએ VCE મારફતે કરી શકાય.

➤આ યોજનાની ઓનલાઈન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય.

➤આ યોજનાની ઓનલાઈન અરજી માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ ભરી શકાય છે.

ikhedut portal Registration Step by Step

કિસાનોને વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. જેના માટે Government of Gujarat દ્વારા i-ખેડૂત – Web Portal બનાવેલ છે. આ પોર્ટલ  Agriculture, Farmers Welfare & Co-Operation Department થકી બનાવેલ છે. વિવિધ ખેડૂતોની સરકારી યોજનાઓની ઓનલાઈન એન્‍ટ્રી કેવી રીતે કરવી તેની વિગતો નીચ મુજબ જાણીશું.

➤સૌપ્રથમ Google Search Box માં આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કરવું. અથવા આ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરવી.

➤ત્યારબાદ ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.

➤જેના પરિણામ સ્વરૂપે 4 ક્રમાંક પર કિસાન પરિવહન યોજના નામની યોજના હશે જેમાં “અરજી કરો” તેના પર ક્લિક કરવું.

➤હવે કિસાન પરિવહન યોજના ની યોજના ખૂલશે જ્યાં “તમે રજીસ્ટર અરજદાર છો” તેનો હા કે ના માં જવાબ આપીને આગળની માહિતી ભરવાની રહેશે.

➤તમે રજીસ્ટર અરજદારમાં “હા” સિલેકટ કરતાં આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળ અરજીની વિગતો ભરવાની રહેશે. અને જો “ના” પસંદ કરવામાં આવે તો “નવી અરજી કરવા ક્લિક કરો” પર ક્લિક કરો.

➤જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રેશનકાર્ડની વિગતો, ikhedut 7/12 વગેરે તમામ માહિતી ભરીને “અરજી સેવ કરો”  પર ક્લિક કરવાનું રહેશે.

➤અરજી સેવા કર્યા બાદ જો અરજીમાં સુધારા-વધારા કરવાના હોય તો “અરજી અપડેટ કરવા ક્લિક કરો” પર જવાનું રહેશે.

➤લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો જ “અરજી કન્‍ફર્મ કરવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબર સુધારા વધારા થશે નહિં તેની નોંધ લેવી.

➤અરજી કન્‍ફર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા અરજીનિ પ્રિન્‍ટ કાઢવાની રહેશે.

➤અરજીની પ્રિન્‍ટ લેવી ફરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્‍ટ કાઢીને લાભાર્થીએ સહી/અંગૂઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન-7 માં રજૂ કરવાની રહેશે.

➤I-khedut portal registration કર્યા બાદ જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્‍ટ પર લાભાર્થીએ સહી/સિક્કા કરાવ્યા બાદ “અરજી પ્રિન્‍ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો” પર ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે. તથા લાભાર્થીના અન્ય ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા ક્લિક કરો પરથી બીજા ડોક્યુમેન્‍ટ Upload કરી શકાશે.

➤Scan કરેલ નકલ PDF ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઈઝ 200 kb થી વધવી જોઈએ નહિ.

ikhedut બાબતે ખાસ સૂચના

➤આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ-2018-19 થી ખેડૂત નોંધણીની રીત બદલાયેલ છે.

➤નવી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરતી વખતે આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા આપો આપ નક્કી થઈ જશે.

➤સીધું રજીસ્ટ્રેશન માટે ખેડૂત જમીન ખાતાની વિગતો, બેંક ખાતાની વિગતો, આધારકાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર આપીને રજીસ્ટ્રેશન કરી શકશે. જેની વિગતો નજીકના અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે.

➤ખેડૂત નોંધણી હોય કે ના  હોય, તો પણ ikhedut portal પર અરજી કરી શકાય છે.

➤જો તમે khedut registration ધરાવતા હોય અને  હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ આપવાનો રહેશે. જેમાં તમારા Mobile Number ઉપર એક OTP આવશે. તે OTP (One Time Password) નાખ્યા બાદ અરજીમાં ખેડૂતની માહિતી આપો આપ ઓનલાઈન આવી જશે.

➤જો તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વર્ષ 2018-19 થી પ્રથમ વખત અરજી કરતા હશો તો Online અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની લાયકાત નક્કી કરવા માટે નજીકની કચેરીમા આધાર નંબરની ઝેરોક્ષ આપવાની રહેશે.

➤પોતાના નજીક અધિકારીશ્રી દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ખેડૂત નોંધણી (Registration) થશે. તે સમયે રજીસ્ટ્રેશનનો મેસેજ આપના મોબાઈલ પર એસ.એમ.એસથી આવશે.

➤Ikhedut portal પર અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.

➤એકવાર Application Confirm કર્યા બાદ જ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

➤જો Bank List માં નામ ન મળે તો નજીકની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરવો

Kisan Parivahan Yojana ikhedut Portal

એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે Click કરો
એપ્લિકેશનની પ્રિન્‍ટ માટે Click કરો
Home Page Click કરો

Leave a Comment