આધારકાર્ડમાં જન્મ તારીખ બદલવી છે ? આવી રીતે થઈ શકે છે ફેરફાર

આધારમાં આપેલી માહિતીમાં સુધારો કરવા માટે અલગ અલગ રીતો હોય છે. આધારને લગતી કેટલીક બાબતો ઘરે બેઠા બેઠા ઓનલાઇન કરી શકાય છે.  કેટલીક વસ્તુઓ એવી છે કે જેના માટે તમારે કોઈ પણ સંજોગોમાં આધાર કેન્દ્ર પર જવું જ પડશે. 

આધારકાર્ડ

આધાર પર ફોટો બદલવા માટે આમાં એક કાર્ય છે. આધાર પર ફોટા માટે શું કરવું તે તમે જાણતા હશો. જ્યારે બાયમેટ્રિક માહિતી દાખલ કરવામાં આવે છે, તે જ સમયે ફોટોગ્રાફ લેવામાં આવે છે અને આધાર પર જોડવામાં આવે છે.  ફિંગરપ્રિન્ટ, રેટિના, અંગૂઠાની છાપની જેમ, ફોટોગ્રાફ પણ મહત્વપૂર્ણ છે કારણ કે ઓળખકાર્ડ તરીકે આધારનો ઉપયોગ થતો હોય છે. આવામાં સવાલ એ ઉભો થાય કે ફોટો પસંદ ન હોય તો શું ઓનલાઈન તેને જાતે જબબદલી શકાય છે ?

આ સવાલ પર આધારની એજન્સી UIDAIએ જવાબ આપ્યો છે. યુ. આઈ. ડી. એ. આઈએ એક ટ્વિટમાં લખ્યું છે કે ફોટોગ્રાફ અપડેટ માટે તમારે નજીકના એનરોલમેન્ટ સેન્ટરમાં જવું પડશે. ત્યાં તમારો નવો ફોટોગ્રાફ પાડવામાં આવશે અને આધાર પર તને તેને અપડેટ કરવામાં આવશે.યુ.આઈ.ડી.એ. આઈ. ના આ જવાબથી સાફ છે કે તમે જાતે ફોટો અપલોડ કરીને આધાર પર અપડેટ નહીં કરી શકો. તેના માટે તમારે દર વર્ષે આધાર એનરોલમેન્ટ સેન્ટરમાં જવું પડશે.

આધારકાર્ડમાં જન્મ તારીખ બદલવા શુ છે નિયમ ?

જન્મતારીખને અપડેટ કરવામાં પણ આવા કેટલાક નિયમો છે.  યુ.આઈ.ડી.એ.આઈ. અનુસાર  કોઈપણ વ્યક્તિ આ લિંક https://ssup.uidai.gov.in/ssup/ પર ક્લિક કરીને સેલ્ફ સર્વિસ દ્વારા પોતાની જન્મ તારીખને અપડેટ કરી શકે છે. આ માટે તમારે મૂળ દસ્તાવેજની સ્કેન કરેલી  કોપિ અપલોડ કરવી પડશે. આના માટે આધાર દ્વારા કેટલાક સહાયક દસ્તાવેજો (પ્રમાણપત્રોના રૂપમાં આપવાના દસ્તાવેજો)ની સૂચિ જાહેર કરવામાં આવી છે, જેની સ્કેન નકલ અપલોડ કરી શકાય છે.

જન્મ તારીખ માતે આધારે 15 દસ્તાવેજોની સૂચિ બહાર પાડી છે. આ યાદીમાં જન્મ પ્રમાણપત્ર, એસએસએલસી બુક અથવા પ્રમાણપત્ર, પાસપોર્ટ, જૂથ એ ગેઝેટેડ અધિકારી દ્વારા જાહેર કરાયેલ જન્મ પ્રમાણપત્ર, જન્મ તારીખ સાથેનો ફોટો આઈડી, પાનકાર્ડ, બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી માર્કશીટ, સરકારી ફોટો આઈડી કાર્ડ વગેરે શામેલકરવામાં આવ્યા છે.

આધારકાર્ડમાં કેવી રીતે બદલશો જન્મ તારીખ ?

યુ.આઈ.ડી.એ આઇ.ના જણાવ્યા મુજબ ફક્ત જાહેર કરાયેલા અથવા અનવેરીફાઇડ જન્મ તારીખને જ ઓનલાઈન અપડેટ કરી શકાય છે, તે પણજો માન્ય દસ્તાવેજ સાથે હોય તો જ ફેરબદલી કરી શકાય. આ દસ્તાવેજો તે જ હોવા જોઈએ જેના વિશે આધારે સૂચિ બહાર પાડી છે. સેલ્ફ સર્વિસ દ્વારા જન્મ તારીખ અપડેટ કરવા માટે તમારો મોબાઇલ નંબર આધારમાં નોંધાયેલ હોવો જોઈએ. આમાં પણ એક અલગ નિયમ છે કે તમે જન્મ તારીખને કેટલીવાર અપડેટ કરી શકો છો.  આધાર સહાય કેન્દ્ર અનુસાર, જન્મ તારીખ આધારમાં એકવાર અપડેટ કરી શકાય છે.  જો તે ખૂબ જ જરૂરી હોય અને તેના વિના કાર્ય અટવાયેલું હોય , તો પછી અપવાદમાં ફરીથી જન્મ તારીખને અપડેટ કરવાનો નિયમ છે.

આધારકાર્ડમાં જન્મ તારીખ કેટલી વાર બદલી શકાય છે?

આ અપવાદના નિયમ હેઠળ તમારે તમારા નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી પડશે.  કોઈપણ માન્ય તારીખ કે  દસ્તાવેજસાથે પણ રાખો જે તમારા નામે છે.  આ લિંક દ્વારા https://uidai.gov.in/images/commdoc/ valid_documents_list.pdf દ્વારા તમે જાણી શકશો કે કયા દસ્તાવેજો રજૂ કરવાના છે અને કયા પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે.  જો આ વિનંતી નકારી કાઢવામાં આવે તો, 1947 પર કોલ કરો અથવા help@uidai.gov.in પર મેઇલ કરો.  મેસેલમાં અપવાદ અપડેટ લખવું પડશે.  મેલમાં, તમારે નવીનતમ અપડેટ વિનંતી નંબર અને સંપર્કની વિગતો પણ આપવી પડશે.

Leave a Comment